wire fences around the farm to prevent damage to crops by wild animals ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના

 વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના


આ યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો સૌથી નીચે આપેલી લીંક પરથી..


 વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે.

 યોજના :

 આ યોજના હેઠળ ખેડૂત /  ખેડૂતોએ જૂથમાં તેમની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે.  તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો પાંચ હેક્ટર નો વિસ્તાર માન્ય રહેશે.

 જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મંજુર કરવાની રહેશે.

 આઇ ખેડૂત પોર્ટલ મારફતે અરજી મેળવવાની રહેશે અને જિલ્લાવાર લક્ષ્યાંક ની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે.  વધુ અરજીઓ આવે તેવા કિસ્સામાં online  ડ્રો system thi મંજૂરી આપવાની રહેશે.  પરંતુ વર્ષને અંતે ડ્રોમાં પસંદ ન થયેલ અરજીઓ પછીના વર્ષે કેરી ફોરવર્ડ કરવાની રહેશે જેથી લાભાર્થીએ ફરીથી અરજી કરવાની જરૂરિયાત ન રહે.

 અરજીને મંજૂરી આપતા પહેલા સ્થળ પર તાર ફેન્સીંગ કરેલ નથી તેને થર્ડ પાર્ટી  ઇન્સ્પેક્શન થી ચકાસણી કરવાની રહેશે તેમજ કામગીરી પુર્ણ થયા બાદ પણ થર્ડ પાર્ટી  ઇન્સ્પેક્શન થી ચકાસણી કરવાની રહેશે અને આખરી ચુકવણી થર્ડ પાર્ટી  ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ જ કરવાની રહેશે. ચકાસણી સમયે જીપીએસ લોકેશન  ટેગિંગ કરવાનું રહેશે. 

 અમલીકરણ આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ રહેશે .

આ યોજનાના અમલીકરણ અંગેની માર્ગદર્શિકા /  guideline ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અલગથી બનાવવાની રહેશે અને રાજ્ય સરકાર પાસે મંજુર કરાવવાની રહેશે.

 નક્કી કરેલ ડિઝાઇન થી હલકી ગુણવત્તા અથવા ઓછા માલસામાન વાળી તારની વાડ ખેડૂતો બનાવી શકશે નહીં.  ખેડૂતના જૂથ દ્વારા વધુ ખર્ચે ફેન્સીંગ બનાવવામાં આવે તો નિર્ધારિત સહાય ઉપરાંતનો ખર્ચ ખેડૂતોએ કરવાનું રહેશે.

 ખેડૂત /  ખેડૂતોએ વાળ બનાવ્યા પછી તેને નિભાવણી /  જાળવણી સ્વખર્ચે કરવાની રહેશે.

 આ યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એક જ વખત મળશે અને અગાઉ આ યોજનાનો લાભ મળી ગયેલ હોય તે સર્વે નંબર માટે પુનઃ જૂથના સભ્ય તરીકે આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

 આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાનો રહેશે.


Scheme to provide financial assistance to farmers for erecting barbed wire fences around the farm to prevent damage to crops by wild animals There is a plan to provide financial assistance to farmers to build iron barbed wire fences around the farm to prevent damage to their crops by wild animals. Plan: Under this scheme the farmer / farmers will have to apply by forming a cluster of their lands in groups. An area of ​​at least five hectares will be allowed for all categories of farmers. According to the cluster of land, the group of beneficiaries will have to approve the assistance of Rs. 200 per running meter or 50% of the actual cost whichever is less. The application has to be received through i-farmer portal and the approval of the state government has to be obtained for the allocation of district wise targets. In case of further applications, online draw system will have to be allowed. But applications not selected in the draw at the end of the year will have to be carried forward to the following year so that the beneficiary does not need to re-apply. Before approving the application, the wire fencing at the site has to be checked by a third party inspection and even after the completion of the work, it has to be checked by a third party inspection and the final payment has to be made only after the third party inspection report. GPS location tagging should be done at the time of verification. Implementation The implementing agency of this scheme will be Gujarat Agro Industries Corporation Limited. The guideline for implementation of this scheme has to be prepared separately by Gujarat Agro Industries Corporation Limited and has to be approved by the State Government. Farmers will not be able to build low quality or low material wire fences from the design decided. If fencing is constructed at a higher cost by the farmer group, the farmers will have to bear the cost in addition to the prescribed assistance. After the farmer has made the hair, it has to be maintained at his own expense. Farmers will get the benefit of this scheme only once in that survey number and those who have got the benefit of this scheme earlier will not be able to get the benefit of this scheme as a member of the re-group for the survey number. The scheme will be implemented across the state.

ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..


ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી...

 જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન બાબતની વધારે માહિતી નીચેની લીંક પરથી મેળવો.. 

https://youtu.be/kDAcZhAJFsk 


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/OQ0KPVOH-bY


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing





Comments