10 LAKH RUPIYA NI SAHAY / MUKHYMANTRI BALSEVA YOJANA

10 લાખ રૂપિયાની સહાય 

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 



Announcing major measures to help the children who lost their parents in the Covid epidemic, Prime Minister Narendra Modi Saturday approved several welfare measures under the PM Cares Child Scheme. Apart from giving other help, these children will be given free education and ten lakh rupees when they are 23 years of age.



The Prime Minister chaired an important meeting today to discuss measures to help the children orphaned due to the Covid-19 epidemic. In the meeting, he announced several schemes for the welfare of children affected by the epidemic. The Prime Minister said that children represent the future of the country and the country will take all possible steps to support and protect these children, so that their future is bright and they become strong citizens.



The Prime Minister said that it is the duty of the society in these difficult times to take care of the children and inculcate the spirit of bright future among the children. All those children, who have lost their parents or legal guardians or adoptive parents due to the Covid-19 epidemic, will all be helped through the Pradhan Mantri Cares Bal-Yojana.


10 લાખ રૂપિયાની સહાય 

કોવિડ રોગચાળામાં તેમના માતાપિતાને ગુમાવનારા બાળકોને મદદ કરવા માટેની મહત્વની  જાહેરાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ ચાઇલ્ડ સ્કીમ હેઠળ અનેક કલ્યાણકારી યોજનાઓને મંજૂરી આપી છે. અન્ય મદદ આપવા ઉપરાંત આ બાળકોને  મફત શિક્ષણ અને 23 વર્ષની ઉમર થાય ત્યારે  દસ લાખ રૂપિયા આપવામાં આવશે.


 

કોવિડ -19 રોગચાળાને લીધે અનાથ બાળકોને મદદ કરવાનાં પગલાં અંગે ચર્ચા કરવા વડા પ્રધાને 29 મેં 2021 ના રોજ એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે રોગચાળાથી પ્રભાવિત બાળકોના કલ્યાણ માટેની અનેક યોજનાઓની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બાળકો દેશના ભાવિનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બાળકોને સમર્થન અને સુરક્ષા માટે દેશ તમામ શક્ય પગલાં લેશે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેઓ એક મજબૂત નાગરિક બની શકે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ કોવિડના કારણે માતા પિતાનું છત્ર ગુમાવનાર બાળકોને PM – કેઅર ભંડોળમાંથી મફત શિક્ષણ તથા તેઓ 23 વર્ષના થાય ત્યારે  10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને ગઈકાલે યોજાયેલી ખાતે બેઠકમાં આ જાહેરાત કરાઈ હતી. કોવિડના કારણે માતા-પિતાનું છત્ર ગૂમાવનાર બાળકને નજીકના કેન્દ્રિય વિદ્યાલયમાં અથવા ખાનગી શાળામાં પ્રવેશ અપાશે. 

ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોની ફી PM – કેઅર ભંડોળમાંથી RTE – ધારાની જોગવાઈ મુજબ ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ આવરી લેનારા દરેક બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનું વીમા છત્ર પૂરું પડશે.

 

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં બાળકોની સંભાળ લેવી અને બાળકોમાં ઉજ્જવળ ભાવિની ભાવના ઉભી કરવી એ સમાજની ફરજ છે. તે બધા બાળકો, જેમણે કોવિડ -19 રોગચાળાને લીધે તેમના માતાપિતા અથવા કાનૂની વાલીઓ અથવા દત્તક લેનારા માતાપિતા ગુમાવ્યા છે, તે બધાને પ્રધાનમંત્રી કેયર્સ ચાઇલ્ડ પ્લાન દ્વારા સહાય કરવામાં આવશે.

 

મુખ્યમંત્રી બાલસેવા યોજના

ગુજરાત સરકારે કોવિડના કારણે માતા પિતાનું છત્ર ગુમાવનાર બાળકોને અભ્યાસ અને કારકિર્દીમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી કોર સમિતિની બેઠકમાં આ જાહેરાત કરાઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બાલ સેવા યોજનામાં કોવિડના કારણે માતા-પિતાનું છત્ર ગુમાવનાર અને 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને  બાળકદીઠ 4000  રૂપિયાની સહાય અપાશે.

જેમનો અભ્યાસ ચાલુ છે, તેવા પુખ્ત વયના બાળકોને 21 વર્ષ સુધી માસિક 6000  રૂપિયા અપાશે. 

આવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનનો  લાભ કોઈપણ આવક મર્યાદા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.

વિદેશ અભ્યાસની લોન પણ આવક મર્યાદા વિના અગ્રતાના ધોરણે અપાશે.

માતા પિતા ગૂમાવનાર કન્યાઓને શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ તથા નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતાના ધોરણે અપાશે.

મુખ્યમંત્રી અમૃતમ્ મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતાના ધોરણે અપાશે.

મુખ્યમંત્રી બાલસેવા યોજના તેમજ 10 લાખ રૂપિયાની સહાય યોજનાની વિડીયો દ્વારા વધારે સમજ મેળવવા માટે અહિયાં ક્લિક કરો.

 


 

Comments