રાજ્ય સરકારે ઉદાર હાથે ખેડૂતોને પેકેજ આપ્યું છે.
ઓફીસિયલ પરિપત્રની લીંક નીચે આપેલી છે.
રાજ્ય સરકારે તાઉ – તે વાવાઝોડામાં બાગાયતી પાકો તથા ઉનાળુ પાકોમાં થયેલા નુકસાન ને ધ્યાનમાં લઈ 500 કરોડ રૂપિયા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાવમાં આવ્યો હતો.
બાગાયતી પાકોમાં જે ખેડૂતને ઝાડ નાશ પામ્યા છે તેમને 1 લાખ રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. ૨ હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
બાગાયતી પાકોમાં જે ખેડૂતને પાક ખરી ગયો છે ૩૩ ટકાથી વધુ નુકસાન છે તેમને 30,000 રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
ઉનાળુ પાકોમાં જે ખેડૂતને ૩૩ ટકાથી વધુ નુકસાન છે તેમને 20,000 રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ , ભાવનગર , નવસારી ,સુરત, વલસાડ , ભરૂચ જિલ્લાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે.
શ્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને મળવાપાત્ર કૃષિ સહાય રાહત એક અઠવાડિયામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.
રાજ્ય સરકારે તાઉ – તે વાવાઝોડામાં નુકસાન પામેલા પાકને લઈને ખેડૂતોને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.
બાગાયતી પાકોમાં જે ખેડૂતને ઝાડ નાશ પામ્યા છે તેમને 1 લાખ રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. ૨ હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
બાગાયતી પાકોમાં જે ખેડૂતને પાક ખરી ગયો છે ૩૩ ટકાથી વધુ નુકસાન છે તેમને 30,000 રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
ઉનાળુ પાકોમાં જે ખેડૂતને ૩૩ ટકાથી વધુ નુકસાન છે તેમને 20,000 રૂપિયાની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે. ૨ હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.
તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાક ઉપરાંત વીજળીક્ષેત્રને
થયેલા જંગી નુક્સાન ની મોજણી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી
હોવાનુ મુખ્યમંત્રીવિજય રૂપાણી એ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે
મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતકરતા તેમણે જણાવ્યું હતું
કે અસરગ્રસ્ત થયેલી તમામ સડક વાહનવ્યવહાર યોગ્ય બની ચુકી છે
અને કોઇ ગામ હવે ડિસક્નેકટેડ નથી. તેમણે ઉમેર્યું હતું કે ૯૯૦૦થી
વધુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી રાતદિવસ જોયા વગર ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત એવા સવા બે લાખ લોકોને ૧૦ કરોડ રૂપિયા કેશડોલ્સ પેટે ચૂકવાયા છે અને ૧૫ હજાર જેટલા પરિવારોને ઘરવખરી સહાય રવિવાર સુધીમાં આપી દેવાશે.
Comments
Post a Comment