ALL DETAILS OF RATION CARD MY RATION MOBILE APP

ALL DETAILS OF RATION CARD MY RATION MOBILE APP

To make the public distribution system more transparent and efficient and to make online ration card services easily available to the citizens, the Department of Food, Civil Supplies and Consumer Affairs in collaboration with NIC-Gujarat has developed “My Ration” mobile app based on Government of India “Mera Ration” mobile app. 

This application is a Government to Citizen (G2C) application. In which various information related to public distribution system and ration card has been made available in Gujarati language.

In mobile application the user has to register himself using mobile number or e-mail id. Mobile number will be mandatory here. It is imperative that every ration card holder enters the same mobile number as he / she is using. After registration the user can login to the application.

Through this app, the user can get the ration card details and family details by entering their ration card number along with the details of the fair price shop attached to the ration card and also the details of the quantity available to them.

He can also know how much quantity of grains he has get in last six months. Through this app, ration card holders can get the receipt of the bill regarding the distribution on their ration card after purchasing the quantity from the shop.

Through this app one can apply online on the state government's Digital Gujarat platform for services related to ration card such as adding and subtracting names in ration card, correction of address, card splitting, duplicate ration card, issuance of new ration card. A link application is provided for this.

As well as ration card holders can also submit their response online by making a complaint online for representations related to the public distribution system.

Ø  જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની “Mera Ration” Mobile app ના આધારે “My Ration”  Mobile app તૈયાર કરવામાં આવી છે.

Ø  આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે.

Ø  મોબાઇલ એપ્લિકેશનમાં વપરાશકર્તાએ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરીને પોતે રજીસ્ટર  કરાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર ફરજીયાત રહેશે. દરેક રેશનકાર્ડધારક પોતે વાપરતા હોઇ તે જ મોબાઈલ નંબર દાખલ કરે તે ખુબ જરૂરી છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં પ્રવેશ કરી શકે છે.

Ø  આ એપ થકી વપરાશકર્તા તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને રેશનકાર્ડની વિગત અને પરિવારની વિગતોની સાથે રેશનકાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો અને પોતાને મળવાપાત્ર જથ્થાની પણ વિગતો મેળવી શકે છે.

Ø  આ ઉપરાંત પોતે છ માસમાં કેટલો જથ્થો મેળવ્યો છે તે પણ જાણી શકે છે. આ એપ થકી રેશનકાર્ડ ઘારક દુકાનેથી જથ્થાની ખરીદી બાદ તેમના રેશનકાર્ડ પર થયેલ વિતરણ અંગેના બિલની રસીદ મેળવી શકે છે.

Ø  આ એપ થકી રેશનકાર્ડને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવું, સરનામમાં સુઘારો કરવો, કાર્ડ વિભાજન, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ કઢાવવા જેવી સેવાઓ માટે રાજય સરકારના Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે લિંક એપ્લિકેશન આપવામાં આવેલી છે.

Ø  તેમજ રેશનકાર્ડઘારક જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી રજુઆતો માટે ઓનલાઇન ફરિયાદ કરી પોતાનો પ્રતિભાવ પણ ઓનલાઇન આપી શકે છે.

My Ration મોબાઈલ એપ્લીકેશન વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.. 

 

Comments