e-sign and e-Seal in gam namuna no. 7/12 and 8 a
કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ તથા મહેસુલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવા બાબતનો મહત્વના ઠરાવ ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે.
Ø જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની “Mera Ration” Mobile app ના આધારે “My Ration” Mobile app તૈયાર કરવામાં આવી છે.
Ø આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે.
Ø મોબાઇલ એપ્લિકેશનમાં વપરાશકર્તાએ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરીને પોતે રજીસ્ટર કરાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર ફરજીયાત રહેશે. દરેક રેશનકાર્ડધારક પોતે વાપરતા હોઇ તે જ મોબાઈલ નંબર દાખલ કરે તે ખુબ જરૂરી છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં પ્રવેશ કરી શકે છે.
Ø આ એપ થકી વપરાશકર્તા તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને રેશનકાર્ડની વિગત અને પરિવારની વિગતોની સાથે રેશનકાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો અને પોતાને મળવાપાત્ર જથ્થાની પણ વિગતો મેળવી શકે છે.
Ø આ ઉપરાંત પોતે છ માસમાં કેટલો જથ્થો મેળવ્યો છે તે પણ જાણી શકે છે. આ એપ થકી રેશનકાર્ડ ઘારક દુકાનેથી જથ્થાની ખરીદી બાદ તેમના રેશનકાર્ડ પર થયેલ વિતરણ અંગેના બિલની રસીદ મેળવી શકે છે.
Ø આ એપ થકી રેશનકાર્ડને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવું, સરનામમાં સુઘારો કરવો, કાર્ડ વિભાજન, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ કઢાવવા જેવી સેવાઓ માટે રાજય સરકારના Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે લિંક એપ્લિકેશન આપવામાં આવેલી છે.
Ø તેમજ રેશનકાર્ડઘારક જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી રજુઆતો માટે ઓનલાઇન ફરિયાદ કરી પોતાનો પ્રતિભાવ પણ ઓનલાઇન આપી શકે છે.
My Ration મોબાઈલ એપ્લીકેશન વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો..
Comments
Post a Comment