TEKA NA BHAVE MAG NI KHARIDI
રાજયમાં ટેકાના ભાવે મગની ખરીદી માટે નોંધણી
પ્રક્રિયા આજથી શરૂ થઈ છે.
આજથી આગામી 20મી જુલાઇ સુધીમાં ખેડૂતોએ મગની ખરીદી માટે
ગ્રામીણ કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે.
નોંધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવો પડશે
નહીં. નોંધણી OTP
આધારીત હોવાથી
ખેડૂતોએ નોંધણી માટે મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે. ઓફલાઇન પદ્ધતિથી નોંધણી
થશે નહીં.
રાજય સરકારે, ખેડૂતોના હિતમાં આગામી 21મી જુલાઇથી ટેકાના ભાવે મગની ખરીદી કરવાનો
નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ, ખેડૂતો પાસેથી 7 હજાર 275 રૂપિયા પ્રતિ કિવન્ટલના ટેકાના ભાવે મગની
ખરીદી કરાશે.
Comments
Post a Comment