Union budget 2023-24

Union budget 2023-24

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું

સંસદ ટીવી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. લોકસભામાં તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ છે. 

નાણામંત્રીએ કહ્યું કે, અમૃત કાળના દ્રષ્ટિકોણ સાથે ટેકનોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થતંત્ર અને મજબૂત નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ મૂડીગત ખર્ચ 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે જે જીડીપીના 3.3 ટકા હશે.

માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે, રાજ્ય સરકારોને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સાથે વધુ એક વર્ષ માટે 50 વર્ષના ગાળાની વ્યાજમુક્ત લોન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતાં,તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં યુવા ઉદ્યોગ સાહસિકોને કૃષિ-સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવા એક કૃષિ પ્રવેગક ભંડોળની સ્થાપના કરવામાં આવશે. 

નાણામંત્રીએ જાહેરાત કરી કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી એક વર્ષ માટે તમામ છેવાડાના અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ માટે સરકાર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. આ યોજના પહેલી જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવી રહી છે.

સૌના માટે આવાસના સરકારના ઉદ્દેશ્ય અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવશે.

નબળા આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાન નબળા આદિવાસી જૂથ વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે 15 હજાર કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

સરકારે નવી કર વ્યવસ્થામાં વેરામાં રાહત મર્યાદા વર્તમાન 5 લાખ રૂપિયા વાર્ષિકથી વધારીને 7 લાખ રૂપિયા કરી

આકાશવાણી

વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થામાં વેરામાં રાહત મર્યાદા વર્તમાન 5 લાખ રૂપિયા વાર્ષિકથી વધારીને 7 લાખ રૂપિયા કરી છે. 

સરકારે કરવેરાના સ્લેબની સંખ્યા પણ ઘટાડીને 5 કરી છે અને કરવેરા મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરી છે. 

 પરિણામે નવ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિએ માત્ર 45 હજાર એટલે કે માત્ર 5 ટકા આવકવેરો ચૂકવવાનો રહેશે. તેવી જ રીતે, 15 લાખ રૂપિયાની આવક ધરાવતી વ્યક્તિએ માત્ર દોઢ લાખ રૂપિયા એટલે કે આવકના 10 ટકા ચૂકવવા પડશે.

સરકારે ફેમિલી પેન્શનરોને પણ સ્ટાન્ડર્ડ ડીડકશન 50 હજાર આપ્યું છે. વ્યક્તિગત આવકવેરા પર સૌથી વધુ સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. આના પરિણામે મહત્તમ વેરા દર ઘટીને ઓગણચાલીસ ટકા થશે.

સરકારે બિન-સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પર રજા રોકડ પર કરમુક્તિ મર્યાદા હાલના 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી છે.

ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરીઓ માટે મશીનરીની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી

આકાશવાણી

હરિત વાહનોને વધુ પ્રોત્સાહન આપવા માટે, ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરીઓ માટે લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે મશીનરીની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદનને વેગ આપવા માટે આયાત પરની કસ્ટમ ડ્યુટીમાં રાહત આપી છે. ટેલિવિઝનના ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે, મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને અઢી ટકા કરી છે. સોના અને પ્લેટિનમ સાથે ચાંદી પરની આયાત ડ્યૂટી વધારી છે.

કમ્પાઉન્ડેડ રબર પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવ્યો છે.

સિગારેટ પર રાષ્ટ્રીય આપત્તિ આકસ્મિક કરમાં લગભગ 16 ટકાનો વધારો કર્યો છે.

31મી માર્ચ 2024 સુધી ઉત્પાદનલક્ષી પ્રવૃતિ શરૂ કરતી નવી સહકારી સંસ્થાઓને 15 ટકાની કર રાહત મળશે.

આકાશવાણી

વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થામાં વેરામાં રાહત મર્યાદા વર્તમાન 5 લાખ રૂપિયા વાર્ષિકથી વધારીને 7 લાખ રૂપિયા કરી છે. 

સરકારે કરવેરાના સ્લેબની સંખ્યા પણ ઘટાડીને 5 કરી છે અને કરવેરા મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરી છે. 

 પરિણામે નવ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિએ માત્ર 45 હજાર એટલે કે માત્ર 5 ટકા આવકવેરો ચૂકવવાનો રહેશે. તેવી જ રીતે, 15 લાખ રૂપિયાની આવક ધરાવતી વ્યક્તિએ માત્ર દોઢ લાખ રૂપિયા એટલે કે આવકના 10 ટકા ચૂકવવા પડશે.

સરકારે ફેમિલી પેન્શનરોને પણ સ્ટાન્ડર્ડ ડીડકશન 50 હજાર આપ્યું છે. વ્યક્તિગત આવકવેરા પર સૌથી વધુ સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. આના પરિણામે મહત્તમ વેરા દર ઘટીને ઓગણચાલીસ ટકા થશે.

સરકારે બિન-સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પર રજા રોકડ પર કરમુક્તિ મર્યાદા હાલના 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી છે.

સરકારે કરવેરાના સ્લેબની સંખ્યા ઘટાડીને 5 કરી

સાંસદ ટીવી

સરકારે કરવેરાના સ્લેબની સંખ્યા પણ ઘટાડીને 5 કરી છે અને કરવેરા મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરી છે. 

 પરિણામે નવ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિએ માત્ર 45 હજાર એટલે કે માત્ર 5 ટકા આવકવેરો ચૂકવવાનો રહેશે. તેવી જ રીતે, 15 લાખ રૂપિયાની આવક ધરાવતી વ્યક્તિએ માત્ર દોઢ લાખ રૂપિયા એટલે કે આવકના 10 ટકા ચૂકવવા પડશે.

સરકારે ફેમિલી પેન્શનરોને પણ સ્ટાન્ડર્ડ ડીડકશન 50 હજાર આપ્યું છે. વ્યક્તિગત આવકવેરા પર સૌથી વધુ સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. આના પરિણામે મહત્તમ ટેક્સ રેટ ઘટીને 39 ટકા થશે.

સરકારે બિન-સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પર રજા રોકડ પર કરમુક્તિ મર્યાદા હાલના 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી છે. 

નાણામંત્રીએ GST પેઇડ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પર એક્સાઇઝ ડ્યૂટીમાં મુક્તિ આપી છે.

અંદાજપત્રમાં ગ્રીન હાઇડ્રોજન, સ્વચ્છ ઉર્જા અને તેનું વિતરણ એ સરકારના હરિત વૃદ્ધિના અગ્રતા ક્ષેત્ર ગણાવ્યા

સાંસદ ટીવી

અંદાજપત્રમાં ગ્રીન હાઇડ્રોજન, સ્વચ્છ ઉર્જા અને તેનું વિતરણ એ સરકારના હરિત વૃદ્ધિના અગ્રતા ક્ષેત્રગણાવ્યા છે. તે અનુસાર 4 હજાર મેગાવોટ અવારની ક્ષમતા ધરાવતી બેટરી સ્ટોરેજસિસ્ટમને નાણાકીય ટેકો આપવામાં આવશે

પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે ગ્રીનક્રેડિટ પ્રોગ્રામને પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ સૂચિત કરવામાં આવશે. કેન્દ્ર 2023-24માં બોન્ડ દ્વારા કુલ 15 લાખ 43 હજાર કરોડનું ધિરાણ લેશે જે અત્યાર સુધીનું સૌથી મોટું ધિરાણ લેશે.

ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ : નિર્મલા સીતારમણ

આકાશવાણી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. લોકસભામાં તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ છે. 

નાણામંત્રીએ કહ્યું કે, અમૃત કાળના દ્રષ્ટિકોણ સાથે ટેકનોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થતંત્ર અને મજબૂત નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ મૂડીગત ખર્ચ 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે જે જીડીપીના 3.3 ટકા હશે.

માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે, રાજ્ય સરકારોને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સાથે વધુ એક વર્ષ માટે 50 વર્ષના ગાળાની વ્યાજમુક્ત લોન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં યુવા ઉદ્યોગ સાહસિકોને કૃષિ-સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવા એક કૃષિ પ્રવેગક ભંડોળની સ્થાપના કરવામાં આવશે. 

નાણામંત્રીએ જાહેરાત કરી કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી એક વર્ષ માટે તમામ છેવાડાના અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ માટે સરકાર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. આ યોજના પહેલી જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવી રહી છે. સૌના માટે આવાસના સરકારના ઉદ્દેશ્ય અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવશે.

નબળા આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાન નબળા આદિવાસી જૂથ વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે 15 હજાર કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

અગ્નિવીર ભંડોળમાંથી અગ્નિવીરોને મળનારી રકમને કરમુક્તિ આપવામાં આવી

સાંસદ ટીવી

સરકારે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો દ્વારા રોકડ થાપણો અને રોકડમાં લોન માટે સભ્ય દીઠ 2 લાખની મર્યાદામાં વધારો કર્યો છે.

 એ જ રીતે, સહકારી મંડળીઓને રોકડ ઉપાડ પર TDS માટે 3 કરોડની મર્યાદા કરી છે. 

અગ્નિવીર ભંડોળમાંથી અગ્નિવીરોને મળનારી રકમને કરમુક્તિ આપવામાં આવી છે. નાણામંત્રીએ રેલ્વે માટે 2 લાખ 40 હજાર કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ પૂરો પાડવાની જાહેરાત કરી છે. 75 હજાર કરોડના રોકાણ સાથે 100 પરિવહન માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. 

વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.

કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે :FM

સાંસદ ટીવી

કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં યુવા ઉદ્યોગ સાહસિકોને કૃષિ-સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવા એક કૃષિ પ્રવેગક ભંડોળની સ્થાપના કરવામાં આવશે. 

નાણામંત્રીએ જાહેરાત કરી કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું કે, ખેત પેદાશોનો સંગ્રહ કરવામાં અને યોગ્ય સમયે વેચાણ દ્વારા લાભદાયી ભાવ પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. 

નાણા મંત્રીએ જણાવ્યું કે, ભારતને જાડાં અનાજનું વૈશ્વિક હબ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન અને તકનીક રજુ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ રિસર્ચ, હૈદરાબાદને સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે સમર્થન આપવામાં આવશે.

અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ માટે સરકાર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે

સાંસદ ટીવી

શ્રીમતી સીતારમણે જણાવ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી એક વર્ષ માટે તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ માટે સરકાર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. આ યોજના પહેલી જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવી રહી છે.

સૌના માટે આવાસના સરકારના ઉદ્દેશ્ય અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવશે.

નબળા આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાન નબળા આદિવાસી જૂથ વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે 15 હજાર કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

જેલમાં હોય અને દંડ કે જામીનની રકમ ન હોય તેવા ગરીબ લોકો માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થામાં રિબેટ મર્યાદા વર્તમાન 5 લાખ રૂપિયા વાર્ષિકથી વધારીને 7 લાખ રૂપિયા કરી છે. 

Comments