khedut sahay પાક નુકસાની સામે ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ સહાય પેકેજ

પાક નુકસાની સામે ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ સહાય પેકેજ




 જગતના તાતને સરકારનો સાથ


જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી થયેલ


પાક નુકસાની સામે ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ સહાય પેકેજ


રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે.


બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ₹8500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2500 સહાય મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ₹17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5000 સહાય મળી કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ₹3500 કરતાં ઓછી થતી હોય, તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ₹3500 ની સહાય ચૂકવવામાં આવશે.


સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.


Comments