An important decision of the state government for farmers.. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય..
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય..
🔹 તા.૦૧/૦૫/૧૯૬૦થી, એટલે કે, ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય, અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
🔹 રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે.
🔹 આ ઉપરાંત, જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં, ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.
🔹 રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ખેડૂતો પાસેથી આ પ્રકારની રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈને ખેડૂતોના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
- વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો..
- ઓફિસિયલ પરિપત્ર-1 ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.
- ઓફિસિયલ પરિપત્ર-2 ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.
Comments
Post a Comment