Chief Minister Shri Bhupendra Patel Takes Key Decisions to Ensure Effective Implementation of the Stamp Duty Act in the State
Chief Minister Shri Bhupendra Patel Takes Key Decisions to Ensure Effective Implementation of the Stamp Duty Act in the State
રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો
-----------
પ્રજાલક્ષી દરોના
ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ
-----------
Ø વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ
પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
Ø રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/- ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની
રહેશે.
Ø વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
-----------
સ્ટેમ્પ ડ્યુટી
એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તા. ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી અમલ થશે
-----------
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ
વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ
સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને
સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.
સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી
થશે.
રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે
સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે -
* વડીલોપાર્જિત
મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક
કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
* રૂ.૧ કરોડ સુધીની
લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* રૂ.૧૦ કરોડથી વધુ
રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની
હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા
કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં
આવી છે.
* વધારાની
જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* ઓછી સ્ટેમ્પ
ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો
ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.
* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની
ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ
૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
* એક વર્ષથી ઓછા
સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ
હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને
વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
* ગીરોખતના
કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ
ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની
જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
* ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની
ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ
ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં
કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા
આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા
મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી
(સરચાર્જ) પણ લેવાપાત્ર થશે.
આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં
ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.
વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં
અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ
મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.
Chief
Minister Shri Bhupendra Patel Takes Key Decisions to Ensure Effective
Implementation of the Stamp Duty Act in the State
***
State
Government Reduces Public Rates to Improve Convenience for Common Citizens and
Property Owners
****
• In the case of ancestral property, heirs of a
deceased daughter can now rectify right-related deficiencies by paying a stamp
duty of ₹200
• For loans up to ₹1 crore, stamp duty
is capped at a maximum of ₹5,000
• A fixed stamp duty of ₹5,000 will now be
applicable for cases involving additional collateral
• In cases of stamp duty underpayment, the
penalty can be recovered up to four times the shortfall; for stamp duty
evasion, it can be up to six times the unpaid amount
***
The
revised provisions of the Stamp Duty Act will be implemented in the state from
April 10, 2025
***
Gandhinagar,
08 April 2025: Under the guidance of Chief Minister Shri Bhupendra
Patel, the Revenue Department of the State Government has made several
amendments and additions to the provisions of the Gujarat Stamp Act. These
changes are aimed at ensuring the effective implementation of the Stamp Duty
Act by lowering public rates and enhancing administrative simplicity and
flexibility.
The
amended provisions of the Stamp Duty Act will come into effect across the state
from Thursday, April 10, 2025.
The
major amendments and additions introduced by the State Revenue Department under
the Stamp Duty Act are as follows:
1. In cases of ancestral property, heirs of a
deceased daughter can correct right-related deficiencies in documents by paying
a stamp duty of ₹200.
2. For loans up to ₹1 crore, the stamp duty
is capped at a maximum of ₹5,000.
3. For mortgage or hypothecation documents about
loans exceeding ₹10 crore, the maximum stamp duty has been increased from
₹8,00,000 to ₹15,00,000. In cases where the loan is obtained from multiple
banks, a separate provision has been made to cap the stamp duty at ₹75,00,000,
excluding a surcharge.
4. A fixed stamp duty of ₹5,000 will now be
required in cases of additional collateral.
5. If an applicant voluntarily pays the shortfall
in stamp duty, it will be recovered at 2 per cent per month from the date of
the document, subject to a maximum of four times the unpaid amount.
6. In cases where stamp duty evasion is identified
by the system, a penalty will be levied at 3 percent per month, capped at six
times the unpaid duty.
7. For lease agreements of less than one year,
where 1 per cent of the average annual rent was earlier paid on ₹300 stamp
paper without proper duty, the State Government has now fixed the duty at ₹500
for residential leases and ₹1,000 for commercial leases.
8. In mortgage cases where banks or financial
institutions do not issue documents and stamp duty remains unpaid, the
responsibility for paying the duty will lie with the respective bank or
institution.
9. The Act also provides for recovery of stamp
duty on copies of documents in cases where the original is unavailable and
insufficient duty was paid.
In
addition to the amendments made by the State Government to the Gujarat Stamp
Act, of 1958, several other modifications have also been made. These primarily
relate to the basic stamp duty, while the additional duty (surcharge) will remain
applicable as per the existing legal provisions. These changes are aimed at
reducing the financial burden on industrialists and housing loan holders.
The
amendments also seek to resolve interpretational challenges concerning the
reduction of rights in ancestral property and to minimise legal disputes and
court cases arising from the existing provisions of the Act.
Comments
Post a Comment