પાડી વાછરડી ઉછેર યોજના: ₹15,000 સહાય ગુજરાત ખેડૂત માટે #ikhedutPortal #PadiVachhardiYojana #GujaratKhedutYojana #PashupalanYojana #GovernmentSubsidy #KhedutSahayYojana #AnimalHusbandryScheme #OnlineApplication

 

પાડી-વાછરડી ઉછેર યોજના હેઠળ ₹15,000 સહાય — સંપૂર્ણ માર્ગદર્શિકા



પાડી વાછરડી ઉછેર યોજના, ikhedut પોર્ટલ યોજના, પશુપાલન સહાય, ખેડૂત યોજના ગુજરાત, ikhedut subsidy application, government scheme gujarat, પાડી ઉછેર સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાથી એક મહત્વપૂર્ણ યોજના છે પાડી-વાછરડી ઉછેર યોજના. આ યોજનાથી પશુપાલકોને પાડી અને વાછરડી ઉછેરવા માટે ₹15,000 સુધીની સહાય મળતી હોય છે.


યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલન ક્ષેત્રે વૃદ્ધિ લાવવો અને ખેડૂતોની આવકમાં વધારો કરવો છે. દૂધ ઉત્પાદન વધે, પશુઓનું સંવર્ધન થાય અને ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને એ હેતુથી સરકાર આ સહાય આપે છે.


સહાયની રકમ

  • કૃત્રિમ બીજદાનથી જન્મેલ અને ૩ થી ૬ માસ ઉંમરની પાડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પાડી/ વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટેના અંદાજિત ખર્ચ રૂ.૩૦,૦૦૦ પૈકી ખર્ચના ૫૦%ની મર્યાદામાં મહત્તમ રૂ.૧૫,૦૦૦/- પ્રતિ પાડી/વાછરડીની મર્યાદામાં કાફ સ્ટાર્ટર, સમતોલ દાણ અને મિનરલ મિક્ષ્ચર મળવાપાત્ર છે. જે માટે યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ઉપરાંત થનાર ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.


જરૂરી દસ્તાવેજો

  • બારકોડેડ રેશનકાર્ડ


અરજી કેવી રીતે કરવી?

  1. ikhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જાઓ.

  2. નવા અરજદાર તરીકે રજીસ્ટ્રેશન કરો અથવા લોગીન કરો.

  3. યોજના વિભાગમાં જઈને "પશુપાલન વિભાગ" પસંદ કરો.

  4. ત્યાંથી "પાડી-વાછરડી ઉછેર યોજના" પસંદ કરો.

  5. જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

  6. અરજી સબમિટ કરો અને અરજી નંબર સેફ રાખો.


પસંદગી પ્રક્રિયા

તમામ અરજીનું સરકાર દ્વારા ચકાસણી થાય છે. યોગ્યતા ધરાવતા અરજદારોને ડ્રો દ્વારા પસંદગી કરી સહાય આપવામા આવે છે.


મહત્વપૂર્ણ નોંધ

Comments