ગુજરાત પોલીસ ભરતી 2025: PSI અને લોકરક્ષક માટે કુલ 13591 જગ્યાની નવી જાહેરાત | લાયકાત, અરજી પ્રક્રિયા અને તારીખો

ગુજરાત પોલીસ ભરતી 2025: PSI અને લોકરક્ષક કેડર માટે મોટી ભરતી જાહેરાત



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર અને લોકરક્ષક કેડર માટે નવી ભરતી જાહેરાત  પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ દળને મજબૂત બનાવવા માટે કુલ 13591 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતથી લઈને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સુધીની તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.


🔵 1. PSI કેડર (Class-3) – કુલ જગ્યા : 858

જાહેરાત નં: GPRB/2025/26/1
પદો:

  • બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર— 659

  • હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર — 129

  • જેલર ગ્રુપ 2  — 70

➡️ કુલ જગ્યા: 858


🔵 PSI માટે લાયકાત

ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં થી Graduation પૂર્ણ કર્યું હોવું આવશ્યક છે.
UGC Act 1956 મુજબ માન્ય સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.


🔵 2. લોકરક્ષક કેડર (Class-3) – કુલ જગ્યા : 12733

જાહેરાત નં: GPRB/2025/26/1

પદો:

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6942

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF — 2458

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF — 3002

  • જેલ સિપાહી (પુરુષ) — 300

  • જેલ સિપાહી (મહિલા મેટ્રન) — 31

➡️ કુલ જગ્યા: 12733


🔵 લોકરક્ષક માટે લાયકાત

ઉમેદવારએ 12મી (HSC) પાસ કરેલ હોવું જોઈએ અથવા સરકારી માન્ય સમકક્ષ લાયકાત ધરાવવી જોઈએ.


🟣 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઓનલાઈન અરજી માટેની લિન્ક:

મહત્વપૂર્ણ મુદ્દાઓ:

1️⃣ ઉમેદવારોને OJAS પર જઈને "Apply Online" મેનૂ દ્વારા અરજી કરવી.
2️⃣ અરજીમાં ફોટો, સહી અને રિક્વાયર્ડ વિગતો વેરિફાઈ કર્યા પછી જ CONFIRM કરવી.
3️⃣ અરજી CONFIRM કર્યા પછી ફી ભરવી ફરજિયાત રહેશે (જો લાગુ પડે).


🕒 અરજીની તારીખો 

  • શરૂઆત: 03/12/2025 (બપોરે 14:00 થી)

  • છેલ્લી તારીખ: 23/12/2025 (રાત્રે 11:59 સુધી)


🔴 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ઉમેદવારે તમામ દસ્તાવેજોની મૂળ નકલ સાથે હાજર રહેવું પડશે.

  • ભરતી બોર્ડની અંતિમ સૂચનાઓ માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવી.


✔️ નિષ્કર્ષ

ગુજરાત પોલીસ દ્વારા PSI અને લોકરક્ષક કેડર માટે 13591 જગ્યાની ભવ્ય ભરતીની જાહેરાત રાજ્યના યુવાનો માટે ઉત્તમ તક છે. ઈચ્છુક ઉમેદવારે સમયસર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા વિનંતી છે.

Comments