કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશ ભરતી
જાહેરાત ક્રમાંક : ૦૪/૨૦૨૫
રાજયની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી)માં સંયુક્ત રીતે તાંત્રિક સંવર્ગ (વર્ગ-૩) ખેતીવાડી મદદનીશની ખાલી જગ્યાઓ પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિકસ પગાર રૂા.૨૬,૦૦૦/- અને ત્યારબાદ પગાર ધોરણ રૂા.૨૫,૫૦૦-૮૧,૧૦૦, લેવલ-૪ માં સીધી ભરતીથી ભ૨વા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયા૨ ક૨વા માટે ઉમેદવારો પાસેથી રાજયની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઈટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ રાજયની ઉપરોકત પૈકી કોઇપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ૫૨ તા.૧૮/૧૧/૨૦૨૫ (સમય ૧૨:૦૦ કલાક) થી તા.૧૨/૧૨/૨૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દ૨મ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ ઉપરોકત વેબસાઈટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઈટ અચુક જોતા રહેવું,
(৭) અરજી કરવા માટેની વિગતવા૨ સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓન-લાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપુર્વક વાંચવી જરૂરી છે.
(૨) ઓન-લાઈન અરજી કરતી વખતે ઉમેદવારે માંગ્યા મુજબના તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. અરજદારે અરજી કરતી વખતે પ્રમાણપત્રોના આધારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ, દિવ્યાંગતા (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી “રદ્દ” થવા પાત્ર રહેશે.
(3) જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. અને ઈ-મેઈલ મારફત આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભ૨તી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી જાળવી રાખવો જરૂરી છે, જે આપના હિતમાં છે.
🔵 કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશ ભરતી – Short News
રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીઓ — AAU, JAU અને NAU માં ખેતીવાડી મદદનીશ (વર્ગ-3) ની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
પ્રથમ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર ₹26,000, ત્યારબાદ પગારધોરણ ₹25,500–81,100 (લેવલ-4) રહેશે.
📅 ઓનલાઈન અરજી તારીખો:
18/11/2025 (12:00 PM) થી
12/12/2025 (11:59 PM) સુધી
🌐 અરજી માટે વેબસાઈટ:
www.aau.in / www.jau.in / www.nau.in
ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો અપલોડ કરી સાચી માહિતી ભરવી જરૂરી છે. પરીક્ષા અંગે સૂચનાઓ SMS/E-mail દ્વારા મળશે, તેથી અરજીમાં દર્શાવેલ નંબર અને ઈમેઈલ સક્રિય રાખવા.
🌐 ઓફિસિયલ નોટિફિકેશન માટે વેબસાઈટ:
http://www.jau.in/attachments/Advt/JAUAdvt042025/Advt.-04-2025.pdf
Comments
Post a Comment