GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી 2025
૧. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઇન્સપેક્ટર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૯ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૫/૧૧/૨૦૨૫ (સાંજના ૧૮:૦૦ કલાક) થી તા.૦૯/૧૨/૨૦૨૫ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
૨. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ/ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
૩. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.
૪. ઓન-લાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધાં જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાનાં રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.
આમ, પોતાનાં બધાં જ પ્રમાણપત્રો જેવાં કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતનાં અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં પોતાનાં પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી 'રદ' થવાપાત્ર બને છે. આથી, ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે.
📅 ઓનલાઈન અરજી તારીખો
-
શરૂ: 25/11/2025 સાંજે 6:00 વાગ્યે
-
અંતિમ: 09/12/2025 રાત્રે 11:59 સુધી
ઓફિસિયલ નોટિફિકેશન : DOWNLOAD
-
અરજી સાઇટ: https://ojas.gujarat.gov.in
📎 મહત્વની સૂચનાઓ
-
જાહેરાત અને તમામ સૂચનાઓ અચૂક વાંચવી જરૂરી — કોઈ ભૂલ થાય તો અરજી રદ થઈ શકે.
-
તમામ અપડેટ્સ GSSSB વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે: https://gsssb.gujarat.gov.in
-
અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, કેટેગરી, PWD, માજી સૈનિક વગેરેના અસલ પ્રમાણપત્રો પાસે રાખવા.
-
ઓન-લાઇન ફોર્મમાં દર્શાવેલી વિગતો અસલ પ્રમાણપત્ર પ્રમાણે જ ભરવી — ખોટી માહિતી મળે તો અરજી રદ થશે.
Comments
Post a Comment