ગ્રંથાલય કારકૂન ભરતી 2025: GSSSB દ્વારા 86 જગ્યાઓ માટે OJAS ઓનલાઈન અરજી શરૂ
ગ્રંથાલય કારકૂન ભરતી 2025: OJAS મારફતે ઓનલાઇન અરજી શરૂ | કુલ 100 જગ્યાઓ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તક ગ્રંથાલય કારકૂન, વર્ગ-૩ સંવર્ગની ભરતી માટે અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી માટે હાથ ધરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત કુલ 86 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ભરતીની મુખ્ય વિગતો
ભરતી સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
પદનામ: ગ્રંથાલય કારકૂન
વર્ગ: 3
કુલ જગ્યાઓ: 100
ભરતી પ્રકાર: સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી
અરજી માધ્યમ: ઓનલાઇન (OJAS)
ઓનલાઇન અરજી કરવાની તારીખ
લાયક ઉમેદવારોને નીચે આપેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે:
શરૂઆત તારીખ: 16 ડિસેમ્બર 2025 (બપોરે 14:00 કલાકથી)
અંતિમ તારીખ: 30 ડિસેમ્બર 2025 (રાત્રિના 23:59 કલાક સુધી)
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે નીચે મુજબની લાયકાત ધરાવવી જરૂરી છે:
લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા લાઇબ્રેરી સાયન્સમાં બેચલર ડિગ્રી
કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ ડિગ્રી હોવી જોઈએ
ગુજરાત સિવિલ સર્વિસ નિયમો મુજબનું મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન
અરજી કરતા પહેલાં મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારે જાહેરાતમાં આપેલ તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અનિવાર્ય છે.
ઓનલાઇન અરજીપત્રકો ભરતી વખતે કોઈ ખોટી કે અધૂરી માહિતી આપવાથી અરજી રદ થવાની શક્યતા રહેશે.
અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, દિવ્યાંગ, માજી સૈનિક વગેરે સંબંધિત તમામ અસલ પ્રમાણપત્રોની માહિતી સાચી રીતે ભરવી જરૂરી છે.
ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ અપડેટ્સ માટે GSSSB અને OJAS વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું.
Official notification Download here
મહત્વપૂર્ણ નોંધ
આ ભરતી ગ્રંથાલય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક છે. લાયક ઉમેદવારો સમયસર અરજી કરીને આ તકનો લાભ લે.
📢 આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો સુધી પહોંચે.

Comments
Post a Comment