ગુજરાતમાં ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર: GARCના છઠ્ઠા ભલામણ અહેવાલથી યુવાનોને ઝડપી અને પારદર્શક રોજગારીની તક
GARC છઠ્ઠો ભલામણ અહેવાલ: ગુજરાતમાં ભરતી પ્રક્રિયામાં મોટો સુધારો, યુવાનોને ઝડપથી મળશે રોજગારીની તક
વિકસિત ભારત–વિકસિત ગુજરાતના અભિયાનને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યુવાઓને યોગ્ય તકો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માર્ગદર્શનને અનુસરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વહીવટી સુધારણા અને ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
આ સંદર્ભમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા તૈયાર કરાયેલા છઠ્ઠા ભલામણ અહેવાલને પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યો.
આ પહેલા GARC દ્વારા પાંચ અહેવાલો રાજ્ય સરકારને સોંપવામાં આવી ચૂક્યા છે.
છઠ્ઠા અહેવાલના મુખ્ય મુદ્દા – ભરતીમાં ગતિ, પારદર્શિતા અને યુવા-કેન્દ્રિત અભિગમ
GARC દ્વારા રજૂ થયેલા આ અહેવાલમાં કુલ 9 મોટી ભલામણો કરવામાં આવી છે, જે રાજ્યની ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે બદલવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે.
1. ભરતી પ્રક્રિયા માટે નિશ્ચિત ટાઈમલાઈન
-
3 સ્ટેજની ભરતી: 9–12 મહિનામાં પૂર્ણ
-
2 સ્ટેજની ભરતી: 6–9 મહિનામાં પૂર્ણ
-
ભવિષ્યમાં આ સમય મર્યાદા વધુ ઘટાડી ભરતી ઝડપથી પૂર્ણ થાય તેવો હેતુ.
2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)
-
સમાન લાયકાત ધરાવતી કેડર માટે સંયુક્ત પ્રિલિમ્સ & વિષયવાર મેઈન્સ.
-
વહીવટી અને નાણાકીય ખર્ચમાં ઘટાડો.
-
ભિન્ન કેડરની અલગ-અલગ પરીક્ષાઓ દૂર થશે.
3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો
-
તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણીપત્ર સબમિટ કરવાની વ્યવસ્થા.
-
ભરતી, પરીક્ષા અને ટ્રેનિંગ નિયમો માટે કેન્દ્રિય સેલની રચના.
-
ભરતી માટે જરૂરી તમામ મંજૂરીઓ ઝડપથી મળશે.
4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન (IASS)
-
મેન્યુઅલ ચકાસણીને બદલે API-લિંક્ડ ડેટાબેઝ.
-
DigiLocker જેવી યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રી.
-
વિભાગો અને ભરતી એજન્સીઓ વચ્ચે દસ્તાવેજ વહેંચાણ સરળ.
5. કેન્ડિડેટ-ફ્રેન્ડલી એન્ડ-ટુ-એન્ડ ડેશબોર્ડ
-
એક યુનિક ID દ્વારા અરજીથી નિમણૂક સુધીની સંપૂર્ણ "ટ્રેકિંગ" સુવિધા.
-
જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ પરથી જિલ્લા પસંદગી.
6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો
-
એકીકૃત પોર્ટલ દ્વારા વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો વચ્ચે માહિતી આપ-લે.
-
એક જ દસ્તાવેજ વારંવાર જમા કરાવવાની જરૂર નહીં રહે.
-
"Ease of Doing Business" મુજબ પૂર્ણ પારદર્શિતા.
7. ભરતી એજન્સીઓનું પુનર્ગઠન અને ક્ષમતા વધારો
-
નવા Medical Services Recruitment Board (MSRB) ની રચનાની ભલામણ.
-
GSSSB, GPSSB, GPRBને વધુ વહીવટી અને આર્થિક સ્વાયત્તતા.
-
GPSC સમાન મજબૂત માળખું.
8. Computer-Based પરીક્ષા (CBT)નો વિસ્તાર
-
રાજ્યની શક્ય તેટલી પરીક્ષાઓ હવે ટોટલી CBT મોડમાં.
-
દરેક ભરતી એજન્સીમાં Exam Monitoring Unit (EMU) ની સ્થાપના.
9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર
-
દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાત આધારિત લાંબા ગાળાનું કેલેન્ડર.
-
ઇમરજન્સી સર્વિસ અને ક્રિટિકલ કેડર ઝડપથી ભરવાની વ્યવસ્થા.
-
પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાશે.
આ ભલામણોથી શું બદલાશે?
-
ભરતી પ્રક્રિયા 1 વર્ષ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થશે
-
યુવાનોને સમયસર રોજગારીની તક મળશે
-
લાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપી ભરાશે
-
વહીવટી કાર્યક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ
-
રાજ્યમાં ટેકનોલોજી આધારિત ભરતી સિસ્ટમ મજબૂત બનશે

Comments
Post a Comment