Government lands will be allotted on lease for cultivation of horticultural and medicinal crops.

Government lands will be allotted on lease for cultivation of horticultural and medicinal crops.
સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે ભાડાપટ્ટેથી ફાળવવામાં આવશે.



With the use of modern technology, barren government lands will be allotted on lease for cultivation of horticultural and medicinal crops.



The State of Gujarat is committed to progress and development in the field of agriculture and horticulture. The state government is making a lot of efforts for the development of the sector in the near future.


With the emergence of irrigation facilities in the state, farming is being done in more than one season. Using irrigation and farm production technology, farmers in the state are cultivating a variety of high value horticultural crops.


Such crops produced in the state have increased employment, exports, value addition and processing opportunities in addition to the state's agricultural income.


There are non-fertile government lands in various districts of the state. This land can be allotted on long term lease to make it fertile and bring more land under horticulture and medicinal crops.


Increasing production in the state's agricultural sector can create more employment as well as increase the contribution of agriculture to the nation's GDP. The state has a lot of potential for cultivation of various horticultural and medicinal crops with proper harmonization of technology and use of modern micro-irrigation facilities. The non-fertile  fallow lands in the designated areas and survey numbers of non-fertile fallow fallow lands in the designated districts for the purpose of cultivating these crops to generate production and income, recreate employment, value crops and export. The government will lease the land to provide and encourage the cultivation and cultivation of all horticultural crops as well as vegetables, spices and medicinal crops.


The district level land selection committee headed by the Collector will prepare the selection list by identifying the block / survey number of the land eligible for allotment among the non-fertile government lands available in Kutch, Surendranagar, Patan, Sabarkantha and Banaskantha districts. 

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી બિનઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે ભાડાપટ્ટેથી ફાળવવામાં આવશે.

ગુજરાત રાજ્ય કૃષિ અને બાગાયત ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવા પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં આ ક્ષેત્રમાં સુનિશ્ચિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરે છે. 

રાજ્યમાં પિયતની સુવિધાઓ ઉભી થતાં એક કરતા વધુ સિઝનમાં ખેતી થઇ રહી છે. પિયત અને ખેત ઉત્પાદનની ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યના ખેડૂતો વધુ મૂલ્યવાળા વિવિધ બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. 

રાજ્યમાં ઉત્પાદિત આવા પાકોના કારણે રાજ્યની ખેતીની આવક ઉપરાંત રોજગારી, નિકાસ , મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગની તકો વધી છે. 

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આવેલી છે. આ જમીન લાંબાગાળાની લીઝ ઉપર ફાળવી ઉપજાઉ બનાવી બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી હેઠળ વધુ જમીન લાવી શકાય તેમ છે. 

રાજ્યના કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારી વધુ રોજગારીનું સર્જન કરી શકાય તેમજ રાષ્ટ્રની GDP માં કૃષિક્ષેત્રનો ફાળો વધારી શકાય તેમ છે. રાજ્યમાં ટેક્નોલોજીના યોગ્ય સમન્વય અને આધુનિક સૂક્ષ્મ પિયત સુવિધાઓના ઉપયોગથી વિવિધ બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતરની ઘણી શક્યતાઓ રહેલી છે. તેમાં આ પાકોનું વાવેતર કરી ઉત્પાદન અને આવક મેળવવા, રોજગારીનું નવસર્જન કરવા , પાકોના મૂલ્યવર્ધન અને નિકાસ કરવાના આશયથી નિયત કરેલા જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી નક્કી કરેલ વિસ્તારો અને સર્વે નંબરોની બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને વિવિધ બાગાયતી તેમજ ઔષધીય પાકોના વાવેતર માટે લાંબાગાળાની લીઝ ઉપર આપવાની તથા તમામ બાગાયતી પાકો તેમજ શાકભાજી , મસાલા અને ઔષધીય પાકોની ખેતીનો વ્યાપ અને વાવેતર વધારવા તેમજ પ્રોત્સાહન આપવા માટે સરકાર જમીન લીઝ પર આપશે. 

કચ્છ , સુરેન્દ્રનગર , પાટણ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઉપલબ્ધ બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી ફાળવવા પાત્ર જમીનના બ્લોક / સર્વે નંબરની ઓળખ કરી કલેકટરશ્રીની અધ્યક્ષતા વાળી જીલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ પસંદગી યાદી તૈયાર કરશે. 

બિનઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે ભાડાપટ્ટેથી ફાળવવાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/-FBTjnz2zr8

બિનઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે ભાડાપટ્ટેથી ફાળવવાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી.. 

https://drive.google.com/file/d/15Ut6j5TNRGBWEOqsLG1EcJV3yoUAe1tU/view?usp=sharing


ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેનો  ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.. 


તમે નીચેની લીંક પરથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના વેબ પોર્ટલની મુલાકાત લઈ શકો છો. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઓફિસિયલ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી 

  



Comments