બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેત નિશાનીઓ / સિગ્નલ્સ / આ રીતે ખેતી કરતા ખેડૂતને 10,800 રૂપિયા સહાય
બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેત નિશાનીઓ / સિગ્નલ્સ / આ રીતે ખેતી કરતા ખેડૂતને 10,800 રૂપિયા સહાય આ રીતે ખેતી કરતા ખેડૂતને 10,800 રૂપિયા સહાય
દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવશે.
રાજ્યમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર અસરકારક કૃષિ વ્યવસ્થાપન , કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે.
ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારશ્રીએ વિવિધ કાર્યક્રમો, યોજનાઓ કે અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે, જે પૈકી વર્ષ 2020 – 21 ના અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકેલ છે.
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી.
પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા.
પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ , વધારે ભાવ , પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ , પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં મહિને રૂપિયા 900 ની સહાય આપવામાં આવે છે. એટલેકે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય મળવાપાત્ર છે.
ફોર્મ કઈ રીતે ભરશો જુઓ નીચેની લીંક પરથી વિડીયો
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટેનો ઓફીસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1-nMbk814AnAsrOGah6xizvdByJxfW3cy/view?usp=sharing
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
Comments
Post a Comment