મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો સૌરાષ્ટ્રની વાવાઝોડા ગ્રસ્ત દરિયાઈ પટ્ટી નો પ્રવાસ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો  સૌરાષ્ટ્રની વાવાઝોડા ગ્રસ્ત દરિયાઈ પટ્ટી નો પ્રવાસ


તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં  સૌથી વધુ વિનાશ જ્યાં વેરયોછે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઈકાલે  આ વિસ્તારનો પ્રવાસ ખેડયો હતો.

આફતમાં મુકાયેલા લોકો ને રૂબરૂ મળ્યા અને મદદરૂપ થવાનો ભરોસો આપ્યો હતો.ગીર સોમનાથના ઉના તાલુકા ના ગરાળ ગામ અને અમરેલી ના રાજુલા તાલુકા ના કોવાયા તથા જાફરાબાદ તાલુકા નાપીપરીકાંઠા એમ ત્રણ ગામડાની મુલાકાત શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી અને જાનમાલ ના નુકશાન ની માહિતી મેળવી હતી અને લોકો ને હિમ્મત આપી હતી કે સરકાર તેમની પડખે છે.

દરિયાઈ પટ્ટીના તાલુકાઓ ને વહેલી તકે બેઠા કરવાનું વચન આપતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે ખેતી અને બાગાયત પાક ને થયેલા નુકસાન ની મોજણી સત્વરે હાથ ધરી આર્થિક મદદ ખેડૂત ને કરાશે. નુકસાન ગ્રસ્ત મકાનો ની મરમ્મત માટે પણ સહાય આપવાની વાત શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકો સમક્ષ કરી હતી. 

જાફરાબાદ વિસ્માંતારમાં   માછીમાર પરિવારો સાથે વાતચીત કરતાં શ્રી વિજયભાઈ રૂપાણીએ સાંત્વના આપી હતો કે માછીમારી માટે ની હોડીઓ ને થયેલું નુકશાન ભરપાઈ થાય તેવું પેકેજઆપવા સરકાર પ્રયત્ન કરશે. 

ખારવા સમાજ નો વસવાટ હોય તેવા દરિયાકાંઠા ના મકાનો પડી ભાંગ્યાહોવાથી તેને બેઠા કરવા માટે ની સહાય નુકશાન મોજણી પૂરી થયા બાદ જાહેર કરાશે તેમ શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું. 

Comments