હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ વરસાદની આગાહી

 

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ એટલે કે 28/5/2021 દરમિયાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે વલસાડ, નવસારી , દમણ – દાદરા નગર હવેલી અને આવતીકાલે એટલે કે 27/5/2021 નાં રોજ બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , વલસાડ , નવસારી , રાજકોટ , જૂનાગઢ , કચ્છ , જ્યારે શુક્રવારે 28/5/2021 ના રોજ ડાંગ , તાપી , વલસાડ , નવસારી , દમણ , દાદરાનગર હવેલીમાં હળવોથી માધ્યમ વરસાદ પડી શકે છે.

ચક્રવાત તોફાન યાસ બંગાળ-ઓડિશા કિનારે આગળ વધી રહ્યું  છે. બુધવારે સાંજ સુધી તે પારાદીપ પહોંચી શકે છે. આ તોફાનની ગતિ ઉત્તર ખાડીમાં પ્રતિ કલાક 120 થી 160 કિલોમીટર સુધીની હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે તેના વ્યાપક ફેલાવાને કારણે તે મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે.

બુધવારે સાંજ સુધીમાં ચક્રવાત યાસ ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને પાર કરે તેવી સંભાવના છે.


ખેડૂતો માટે ખુશ ખબર

 કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી

ડીએપી ખાતરમાં હવે 500 ને બદલે 1200 રૂપિયા સબસીડી મળશે.

ખેડૂતોને 2400 ના બદલે 1200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે.

ડીએપી ખાતર પર સબસીડીમાં 140 % નો વધારો કરાયો.

ખેડૂતો માટે ખાતર   માં સબસીડી વધારવાનો મોદી સરકારનો નિર્ણય

  • વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા પુખ્તવયની વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન પ્રમાણે આવતીકાલ-ગુરૂવારથી કેશડોલ અપાશે.
  • 16 અને 17મી એ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની અને
  • 18મી એ સ્થળાંતર થયું છે તેમને ત્રણ દિવસની કેશડોલ ચુકવાશે.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 

 

 

Comments