શું તમે ભીના માસ્ક અથવા એક ના એક માસ્કનો ઉપયોગ વારંવાર કરો છો ? સાવધાન રહેજો

માસ્ક ભીનું હોવાથી અથવા વારંવાર તેનો ઉપયોગ કરવાથી મ્યૂકોર માયકોસિસ  થઈ શકે છે?




દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરમાં ચેપ અને મૃત્યુમાં મોટો વધારો થયો છે. આ સાથે નવી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. મ્યૂકોર માયકોસિસ  એટલે કે બ્લેક ફંગસના કારણે ઘણા લોકોએ  આંખો ગુમાવી છે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ રોગના વધતા જતા કેસોને જોતા, ઘણા રાજ્યોએ તેને મહામારી જાહેર કરી છે. નિષ્ણાતો કહે છે કે બ્લેક ફંગસના કેસમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ માસ્કમાં ભેજ છે.

માસ્કમાં ગંદકીના કારણે આંખમાં ફૂગ

બ્લેક ફંગસપાછળ માસ્કની ગંદકી એ એક મોટું કારણ છે, જેના કારણે તેના કેસ  વધી રહ્યા છે. હિન્દુસ્તાનમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર વરિષ્ઠ નેત્ર ચિકિત્સક ડો.એસ.એસ. લાલએ જણાવ્યું છે કે એકને એક માસ્કનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી પણ મ્યૂકોર માયકોસિસ  થઈ શકે છે. માસ્ક પર ગંદકીના કણો જમા થવાને કારણે આંખોમાં ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના છે. ઉપરાંત, માસ્કમાં ભેજ હોય ​​તો પણ આ પ્રકારનો ચેપ લાગી શકે છે.

માસ્ક પહેરતી વખતે કઈ સાવધાની રાખવી

એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર

જો તમે કોટનનો માસ્ક પહેરો છે તો તેને ધોઈ અને તડકામાં સૂકવ્યા બાદ જ ઉપયોગ કરવો.

આમ કરવાથી મ્યૂકોર માયકોસિસ થશે નહિ.

જો તમે સર્જિકલ માસ્કનો ઉપયોગ કરો છો તો તેનો એક જ દિવસ ઉપયોગ કરો. એ માસ્કનો ફરી વખત ઉપયોગ કરવો નહિ.

જો તમે N95 માસ્કનો ઉપયોગ કરો છો અને ફરી એ માસ્કનો ઉપયોગ કરવા માંગતા હોય તો આવા ચાર માસ્ક રાખો.

એક દિવસ ઉપયોગ કર્યા પછી એ માસ્કને કાગળ અથવા કવરમાં રાખી દો. બીજા, ત્રીજા અને ચોથા દિવસે અલગ અલગ માસ્ક લગાવો. પછી પાંચમા દિવસે જે પહેલા દિવસે માસ્ક પહેર્યો હતો એ પહેરો. આટલા દિવસોમાં વાયરસ નષ્ટ થઇ જશે.   

મ્યુકોર માયકોસિસ અંગે વધારે માહિતી માટે વિડીયો જુઓ  નીચેની લીંક પરથી... 

https://youtu.be/fL_uLFv8Mu0


 


Comments