તાઉ-તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝૂપડાંઓ વગેરેને થયેલા નુકસાનની સહાય માટેનો મહત્વપૂર્ણ નિર્ણય.

તાઉ-તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝૂપડાંઓ વગેરેને થયેલા નુકસાનની સહાય માટેનો મહત્વપૂર્ણ નિર્ણય.

તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા મકાનો વગેરેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

મકાનોને થયેલા નુકસાન અંગે સહાયના ધોરણો:

સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100ની સહાય.

અંશત: નુકસાન પામેલા મકાનો માટે રૂ. 25,000ની સહાય.

ઝૂંપડાઓ માટે રૂ. 10,000ની સહાય.

પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000ની સહાય.

રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચના.2263 ગામોમાં ખેતી – બાગાયતી પાકોની નુકસાનીના પ્રારંભિક સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમો કાર્યરત કરાઈ છે.  

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી, કેરી અને આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડ પુન: સ્થાપિત કરવાનું ટેકનિકલ માર્ગદર્શન ખેડૂતોને પુરૂં પાડવા રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 190 કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે.



મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણય મુજબ અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના 48 , ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સીટી ના 43 , ગીર સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના 78 અને નવસારી તેમજ વલસાડ જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સીટી ના 24 આ બધા મળીને કુલ 193 કૃષિ વૈજ્ઞાનિકો  કેળ , આંબા, દાડમ સહિતના બાગાયતી ઝાડ – છોડના પુન : વાવેતર માટે વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન આપશે.

કોર કમિટીની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે તાઉ – તે વાવાઝોડાથી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ , ભાવનગર , જૂનાગઢ અને બોટાદ આ પાંચ જીલ્લ્લાના 41 તાલુકાના 2263 ગામોમાં ખેતી – બાગાયતી પાકોની નુકસાનીના પ્રારંભિક સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમો કાર્યરત કરાઈ છે.  



ખેડૂતો માટે ખુશ ખબર

 કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી

ડીએપી ખાતરમાં હવે 500 ને બદલે 1200 રૂપિયા સબસીડી મળશે.

ખેડૂતોને 2400 ના બદલે 1200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે.

ડીએપી ખાતર પર સબસીડીમાં 140 % નો વધારો કરાયો.

ખેડૂતો માટે ખાતર   માં સબસીડી વધારવાનો મોદી સરકારનો નિર્ણય

  • વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા પુખ્તવયની વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન પ્રમાણે આવતીકાલ-ગુરૂવારથી કેશડોલ અપાશે.
  • 16 અને 17મી એ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની અને
  • 18મી એ સ્થળાંતર થયું છે તેમને ત્રણ દિવસની કેશડોલ ચુકવાશે.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 

Comments