Ahmedabad District Collector Sandeep Sangle said that an FIR has been registered against 12 persons under the Land Grabbing Act in Ahmedabad city.
Giving more
information, the Collector said that any such land mafias involved in land
scams in Ahmedabad district will not be spared and stern action will be taken
under the Land Grabbing Act.
Following
the decision of the committee headed by the Collector, FIRs were registered
against 7 persons at Vadaj police station and 5 persons at Sola police station
under the Land Grabbing Act.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું
છે કે અમદાવાદ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠલ 12
વ્યક્તિઓ સામે એફ.આઇ.આર. નોંધવામાં આવી
છે.
કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના
નિર્ણય બાદ વાડજ પોલીસ મથકમાં 7 અને સોલા પોલીસ મથકમાં 5 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ
હેઠળ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના
જણાવ્યા મુજબ હેબતપુરની 28 કરોડ 47 લાખ રૂપિયાની બજાર કિંમતની 16
હજાર 752
ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ રૂપિયાની બજાર
કિંમતની 4 હજાર 46 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો કુલ 12 વ્યક્તિઓ પર આરોપ છે.
સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ
કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે.
કલેકટરશ્રીએ વધારે માહિતી આપતા જણાવ્યું
હતું કે, અમદાવાદ જિલ્લામાં જમીન કૌભાંડો કરતા આવા કોઈપણ ભૂમાફિયાઓને
બક્ષવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
જૂન મહિનામાં મહત્વના ફેરફારની વિડીયો દ્વારા માહીતી મેળવવા અહી ક્લિક કરો.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment