NMMS પરીક્ષામાં ભાવનગર જીલ્લાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

The purpose of this examination, which is very important for the intellectual development of the students, is to identify the talented children. The selected students will be given Rs. 12 thousand assistance is given for 4 years. Thus, a scholarship of Rs. 48 thousand is given to a student in 4 years. Which helps them hone their talents and brighten their own future. 


The National Means cum Merit Scholarship Scheme has been implemented by the Ministry of Education, Government of India for the brightest students studying in Std. 8 in Government and Granted Primary Schools. This scheme of Government of India has been implemented in the State of Gujarat by the State Examination Board.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ- ૮ માં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.

જેમાં વર્ષઃ ૨૦૨૦ માં ભાવનગર જિલ્લાનાં ૭,૫૩૧ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૭,૨૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જે પૈકી ૪,૮૯૮ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલ છે અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી આગવી સિધ્ધિ નોંધાવતાં મેદાન માર્યું છે.

ચાલું વર્ષે રાજ્યના કુલ ૫,૦૯૭ ના ક્વોટામાં ૫,૦૯૦ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવેલ છે. જેમાં માત્ર ભાવનગર જિલ્લાના જ ૬૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી છે અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળ થયાં છે.

ઉલ્લેખનીય છે કે, સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા અને મેરિટમાં સ્થાન પામેલા તેજસ્વી બાળકોને આ પરીક્ષા પાસ કર્યેથી દર વર્ષે રૂ.૧૨,૦૦૦ ની રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ખૂબ અગત્યની એવી આ પરીક્ષાનો હેતુ પ્રતિભાવાન બાળકોને ઓળખ કરવાનો છે. આ પસંદ થયેલાં વિદ્યાર્થીઓને તેમના પોતાના અભ્યાસ સાથે રાજ્ય સરકાર રૂા. ૧૨ હજારની સહાય ૪ વર્ષ સુધી આપવામાં આવે છે. આમ, ૪ વર્ષમાં એક વિદ્યાર્થીને રૂા. ૪૮ હજારની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. જેના દ્વારા તેમની પ્રતિભાને નિખારીને તેમનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મદદ મળે છે.  

 


Comments