STD 12 EXAM 2021
કેન્દ્ર સરકાર વિવિધ રાજ્ય સરકારો દ્વારા બારમા ધોરણની બોર્ડની પરીક્ષા કેવી રીતે યોજવી એ અંગે મેળવેલા સૂચનોનો અભ્યાસ કરીને પહેલી જૂન સુધીમાં નિર્ણય લેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાઅધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં બારમા ધોરણની તથા વિવિધ વ્યવસાયીક અભ્યાસક્રમોની પરીક્ષા યોજવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પરીક્ષા લેવાની પદ્ધતિઓ, પરીક્ષાનો સમયગાળો, પરીક્ષાનો સમય સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા હતા.
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ
પોખરીયાલે જણાવ્યું હતું કે, આગામી પહેલી જૂન સુધીમાં સરકાર પરીક્ષા અંગે નિર્ણય લેશે.
રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધ્વારા જણાવવામાં આવ્યું
હતું કે, વિદ્યાર્થીઓની કારકીર્દી મહત્વની છે. તેટલી જ તેઓની સુરક્ષા પણ
મહત્વની છે.
પરીક્ષાઓ યોજતી વખતે કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાંઆવશે અને ભારત સરકાર ધ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં બે વિકલ્પો રજૂ કર્યા.
1. ચાલુ પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવી (જેમાં વધારે સમય જાય છે)
2. 3 કલાકને બદલે 1.5 કલાકનું પેપર રહે અને ઑબ્જેક્ટિવ
રહે. કેન્દ્રીય
શિક્ષણ મંત્રીશ્રી એ સ્વાગત પ્રવચનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પરીક્ષા લેવાશે જ.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment