36 શહેરોમાં 11
જૂન સુધી રાત્રી કર્ફ્યું
મિની લોકડાઉન થી અનલોક તરફ ગુજરાત અગાઉ કરતા નિયમો થોડા હળવા
Chief Minister Shri Vijaybhai Rupani has taken an important decision to allow all shops, commercial establishments, lorries, shopping complexes, haircutting salons, beauty parlors, marketing yards and other commercial activities in 36 cities of the state to be open from June 4 from 9 am to 6 pm.
The Chief Minister has taken this decision in the Core Committee
as well as some other decisions.
According to him, home delivery by the restaurant can now be
done till 10 pm.
The Chief Minister has also announced to extend the night curfew
in 36 cities in the state by one more
week. That means these 36 cities will have
to enforce this night curfew from 9pm to 6am during the days from June 4th to June 11th.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ
રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
છે.
મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં આ
નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે.
તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા
કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક
અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
હવામાન વિભાગની ગુજરાત કચેરીના નિયામક મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર
રાજ્યમાં ચોમાસા પહેલા મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયું વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શક્યતા છે.
5 જૂન શનિવાર તથા 6 જૂન રવિવાર આ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી માધ્યમ વરસાદી ઝાંપટા પડવાની સંભાવના છે.
હાલ નૈઋત્ય ચોમાસું અરબી સમુદ્રમાં કેરળના દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે અને આવતી કાલે ૩ જૂનથી દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેની શરૂઆત થાય તેવી આગાહી કરાઈ છે.
ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું 18 થી 20 જૂન સુધીમાં બેસે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પણ ચોમાસું બેસતા જ સારો વરસાદ થશે તેવી શક્યતા છે કારણ કે ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરીસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment