આવતીકાલથી રવિવાર સુધી આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

 

The southwest monsoon is moving fast and it is likely to reach Gujarat by the 15th. 

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 


Currently, light to moderate rains are falling in many parts of the state, especially in South Gujarat and coastal areas before the monsoon.

The coastal areas from Surat, Valsad, Bharuch, Bhavnagar to Porbandar are forecast to receive light to moderate showers tomorrow.

Currently, monsoon clouds are clearly visible in the areas between Mumbai and Valsad. Under its influence, light to moderate rains are likely in Navsari, Valsad, Surat, Bhavnagar, Amreli, Girsomnath etc. districts from tomorrow to Sunday and also in Union Territories, Daman, Dadarnagar Haveli and Diu.

The southwest monsoon has arrived in Gujarat today. The monsoon has reached Valsad today and the meteorological department has forecast that the monsoon will be active in the whole of Gujarat in the next five days.

Ahmedabad Meteorological Department Director Manorama Mohanty said that heavy rains are likely in the coastal districts of Saurashtra as well as some places in South Gujarat in the next five days.

નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે પંદરમી તારીખ સુધીમાં ગુજરાત આવી પહોંચશે  તેવી શક્યતા છે. હાલ રાજ્યના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા પહેલા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. 

આગાહી છે કે, આવતીકાલે સુરત, વલસાડ, ભરૂચ, ભાવનગરથી લઈ પોરબંદર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 

હાલ ચોમાસું વાદળો મુંબઈ અને વલસાડ વચ્ચેના વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તેની અસર હેઠળ આવતીકાલથી રવિવાર સુધીમાં નવસારી, વલસાડ, સુરત, ભાવનગર, અમરેલી ગીરસોમનાથ વગેરે જિલ્લાઓમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશો, દમણ, દાદરાનગરની હવેલી અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 

નૈઋત્યના ચોમાસાનું આજે ગુજરાતમાં આગમન થયું છે. ચોમાસું આજે વલસાડ પહોંચ્યું છે અને આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 

અમદાવાદ હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજયમાં આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વિડીયો દ્વારા વરસાદના વધારે સમાચાર મેળવવા માટે અહિયાં ટચ કરો..


 

Comments