5 અને 6 જૂન આ વિસ્તારોમાં પડી શકે વરસાદ
ગુજરાતમાં ચોમાસું કઈ તારીખથી બેસશે ?
જુઓ હવામાન વિભાગની આગાહી
June 5 and 6 may
rain in these areas
From which date
will monsoon start in Gujarat?
See Meteorological
Department forecast
According to
Manorama Mohanty, Director, Gujarat Office, Meteorological Department
Most parts of the state are experiencing heat
and blizzard amid cloudy weather before the monsoon. According to the
meteorological department, the cloudy weather is likely to remain unchanged for
the next two to three days.
On Saturday, June
5 and Sunday, June 6, light to moderate rains are expected in many parts of the
state, especially in most parts of South Gujarat, while coastal areas of
Saurashtra are likely to receive light to moderate rains.
The current
southwest monsoon has reached near the coast of Kerala in the Arabian Sea and
is forecast to start tomorrow in areas of South India from June 3.
The southwest
monsoon in Gujarat is likely to last from June 18 to 20.
Gujarat is also
likely to get good rains as soon as the monsoon sets in as rain clouds are also
seen in the eastern part of Maharashtra and Madhya Pradesh due to the rains in
the Bay of Bengal besides Gujarat.
હવામાન વિભાગની ગુજરાત કચેરીના નિયામક
મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર
રાજ્યમાં ચોમાસા પહેલા મોટાભાગના વિસ્તારોમાં
વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયું
વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શક્યતા છે.
5 જૂન શનિવાર તથા 6 જૂન રવિવાર આ બે
દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના
વિસ્તારોમાં જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડવાની સંભાવના છે.
હાલ નૈઋત્ય ચોમાસું અરબી સમુદ્રમાં કેરળના
દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે અને આવતી કાલે ૩ જૂનથી દક્ષિણ ભારતના
વિસ્તારોમાં તેની શરૂઆત થાય તેવી આગાહી કરાઈ છે.
ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું 18 થી 20 જૂન
સુધીમાં બેસે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પણ ચોમાસું બેસતા જ સારો
વરસાદ થશે તેવી શક્યતા છે કારણ કે ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી
વરસાદની પરીસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં પણ વરસાદી
વાદળો જોવા મળી રહ્યા છે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment