KUVARBAI NU MAMERU YOJANA

 કુંવરબાઈનું મામેરું  યોજના


કોણ અરજી કરી શકે ?

અરજી ક્યારે કરી શકાય ?

ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સની જરૂર પડશે ? અને ક્યાં ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવા પડશે ?

ઓનલાઈન અરજી કઈ રીતે કરશો ? પ્રેક્ટીકલ માહિતી

A ટૂ Z સંપૂર્ણ માહિતી..

પાત્રતાના માપદંડ

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

અનુસૂચિત જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય સીધી જ બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.

લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

રજુ કરવાના ડોક્યુમેંટ

કન્યાનું આધાર કાર્ડ

કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો.(આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.)

સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો

અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)

કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

કન્યાની જન્મ તારીખનો પુરાવો

યુવકની જન્મ તારીખનો પુરાવો

લગ્ન કંકોત્રી

લગ્ન નોંધણી પ્રમાણપત્ર

બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

કન્યાના ફોટો

વરકન્યાનો સંયુક્ત ફોટો સ્કેન કરી રાખવો

આ બધા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને રાખવા. અરજી કરતી વખતે અપલોડ કરવા પડશે.

ડોક્યુમેન્ટ્સની સાઈઝ 1 MB થી વધે નહી એ રીતે સ્કેન કરીને વ્યવસ્થિત વંચાય અને દેખાય એ રીતે સ્કેન કરીને રાખવા.

સાથે જ કન્યાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને વરકન્યા બનેનો સંયુક્ત ફોટો પણ સ્કેન કરીને રાખો.

કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

 

 

 

Comments