રાત્રિ કર્ફ્યું અને નવરાત્રિની ઉજવણી
આગામી દિવસોમાં નવરાત્રિ તહેવાર તેમજ લગ્ન
પ્રસંગોની ઉજવણી સાંસ્કૃતિક ધરોહર મુજબ થઇ શકે તે હેતુથી અને આવા પ્રસંગો સાથે
સંકળાયેલા નાના વ્યવસાયકારોના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથેની બેઠકમાં કેટલાક
મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે:
આ નિર્ણયો અનુસાર, રાજ્યના
જે ૮ મહાનગરો અમદાવાદ,
વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર
અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા. રપ/૯/ર૦ર૧ ના રાત્રિના ૧ર
કલાકથી તા. ૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
રાત્રિ કરફયુની સમય મર્યાદા
અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે
રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.
આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી
થવાની છે તે સંદર્ભમાં માત્ર શેરી ગરબા, સોસાયટી
અને ફલેટના ગરબા,
દુર્ગાપૂજા, વિજ્યાદશમી
ઉત્સવ,
શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની
મર્યાદામાં યોજવાની છૂટ આપવામાં આવી છે.
લગ્ન પ્રસંગોમાં અગાઉ
૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ
આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે
ડોઝ લીધા હોય
તે હિતાવહ રહેશે.
આવા આયોજનોમાં લાઉડ
સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી
જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે
નહિ.
અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની
મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ
ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ%
સાથે ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
- મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
- દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment