ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.૯૦૦/- પ્રતિ માસ મર્યાદામાં અને વાર્ષિક ૧૦૮૦૦/- ની સહાય અપવામાં આવશે.

ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.૯૦૦/- પ્રતિ માસ મર્યાદામાં અને વાર્ષિક ૧૦૮૦૦/- ની સહાય અપવામાં આવશે. 

ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતા તથા કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્રારા જાતે જ પાક વૃદ્ધિ તરફ ઝોક દાખવે તે માટે રાજય સરકાર દ્રારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, પાણીની બચત સાથે પર્યાવરણ માનવીય સ્વાસ્થયનું રક્ષણ અને સંવર્ધનની બાબતોને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૩૦/૦૯/૨૦૨૧ થી ૧૯/૧૦/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

            દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના: ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.૯૦૦/- પ્રતિ માસ મર્યાદામાં અને વાર્ષિક ૧૦૮૦૦/- ની સહાય અપવામાં આવશે. 

યોજના હેઠળ ખેડૂત લાભાર્થીની પાત્રતા

(૧) અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટિફિકેશન ટેગ (કડીનંબર) સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ-ગૌમુત્રથી ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછા ૧ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ. 

(૨) આ યોજના હેઠળ એક ખાતા (નમુના નંબર ૮-અ મુજબ) દીઠ એક લાભાર્થીનેજ સહાય મળવાપાત્ર થશે. 

(૩) અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઈશે. 

લાભાર્થીએ અરજી કરવાની પધ્ધતી 

અરજદાર ખેડૂતે પ્રોજેકટ ડાયરેક્ટર, આત્માને ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં કોમ્પ્યુટરઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી અરજી કરી શકશે. 

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેની ઉપર સહી, અંગુઠો કરીને અરજી સાથે ૮-અ ની નકલ, આધારકાર્ડ, સયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતી પત્રક અને બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેકના જોડાણ સાથે અરજી કર્યાના દિન-૭માં સેજાના ગ્રામસેવક, બીટીમએમ, એટીએમ અથવા પ્રોજેકટ ડાયરેક્ટરઆત્માની કચેરીને રજૂ કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી તારીખ ૩૦/૦૯/૨૦૨૧ થી ૧૯/૧૦/૨૦૨૧ કરવાની રહેશે.

ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહિયાં ટચ કરો.. 

વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.. 


ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

Comments