DRIVING (DL) LICENCE AND VEHICLE REGISTRATION (RC) VALIDITY EXTENDED

DRIVING (DL) LICENCE AND VEHICLE REGISTRATION (RC) VALIDITY EXTENDED

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કેબોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે.

 

આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કરાયો છે.

 

મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ ૯ થી ૧૨ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ  ઉભી થવાના પ્રશ્નો રહે છે. એટલા માટે આ નિર્ણય કરાયો છે.

 ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતીમાં કોર્સ ચલાવવામાં આગળ પાછળ થયુ છે. ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોઇ આ પરીક્ષા  યોજવી  મુશ્કેલરૂપ છે.  તેમજ સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ પોતાનીરીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય છે. આ રીતે સમગ્રશિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોઇ વિદ્યાર્થીઓને નૂકસાન થવાની પણ સંભાવના હોય છે. તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.

અતિવૃષ્ટિ સહાય 

રાજયમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

6/10/2021 ના રોજ  મળેલી કેબિનેટ બેઠક બાદગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા શ્રી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ માહિતી આપી.

લાયસન્સ અને આર.સી.ની વેલીડીટીમાં વધારો તેમજ ૧૦૮૦૦ રૂપિયાની સહાયના સમાચાર માટે અહિયાં ટચ કરો.. 

 


Comments